
આપણી અટકો
- 07 October 2023
- By: Admin

આપણી અટકો -આપણી કોમ ની ઘણી જાત જાત ની અટકો છે ,અટકો ગામ ના નામ થી અથવા ધંધા અર્થે પડેલી જણાય છે.
શહેનશાહ જહાંગીરે તડકેશ્વર ના એક વોહરા કુટુંબ નો બખેડો અટકાવવા માટે બસો વીઘાં જમીન ઇનામ માં આપી હતી તેથી તેઓ દેસાઈ કહેવાય છે,આમ દેસાઈ અટક જમીનદાર ઉપર થી પડી છે,ફારસી માં દેહ નો અર્થ જમીન અને સાઈ નો અર્થ ધરાવનારો થાય છે આમ દેહ =શાઈ નું "દેસાઈ" થયુ,દેસાઈ કુટુંબ પર જે ફરમાન મોકલ્યું હતું તે ફરમાન માં ઉલ્લેખ છે કે વોહરા ઓ લાંબી ટોપી પેહરે છે કુલાહે બાવાહિર તરીકે ઓળખાય છે તે વોહરા ઓ ને શહેનશાહ જહાંગીર તરફ થી પટેલ મોંતલીયા (મોતાલા) ખિતાબ આપવામાં આવે છે (મોંતલીયા નો અર્થ વાકેફગાર -જાણકાર થાય છે ) આ બે અટકો વોહરા ઓ ને બાદશાહ જહાંગીર ની ભેટ છે .
*સીમજી બ્રાહ્મણ
માં થી હતા,
બ્રાહ્મણ લોક પહેલા ચાંદી ની વસ્તુ એમની પાસે રાખતા હતા તેને સીમ કેહતા હતા સીમ પરથી સીમજી અટક પડી
*બોઢાણ ની લડાઈ માં જોડિયા રાજા તરીકે જે લડ્યા હતા ,તે જોડિયા વંશ ના લોકો ની અટક રાજા કેહવાઈ
*બોઢાણ ની લડાઈ નું સાંભળી ને જે વોહરા ભાગી ગયા હતા તેમને ભાગીયા કેહતા હતા ભાગીયા પરથી ‘બાગીયા’ અટક પડેલી છે
ધંધા અર્થે પડેલી અટકો દાખલ તરીકે વાવડા
માંથી કોઈ એ વૈદું કરેલું તેથી વાવડા ની જગ્યા પર વઇદ કેહવાય છે , ટિમોલ માં થી લાકડા નો વેપાર કરનાર અમલા કહેવાય છે.
*મુલ્લા એમના વડા પેશ ઈમામી કરતા હતા માટે મુલ્લા કહેવાય છે
*લાલા એમના વડા ઓ માં મુંબઈ ખાતે કોઈ દરવાનગીની નોકરી કરતુ હતું મુંબઈ માં પહેરેગીર દરવાન ને લાલા કેહવાઈ છે તેથી લાલ અટક પડી
*તુરાવા તોલમાપ નો ધંધો પહેલે કરતા હતા તેથી તુરાવા કહેવાયા
*બે મોટા દાંત બહાર દેખાતા હોઈ તે ને તે વેળા બે=દાં=તી=ઓ કેહતા
આ બે દાંતિયા પર થી ઓ કાઢી નાખી બદાત થયા
*બંદર પર નોકરી કરતા દેખાવ માં બટકા ઠીંગણા હતા તેથી હાથ નીચે ના માણસો નાના કેહતા નાના પર થી નાનબાવા કહેવાયા
* બોટાવાલા એમની બોટો ચાલતી હતી માટે બોટાવાલા કહેવાયા
*રોશની એમનો વહેપાર ફાનસ બત્તી નો હતો તે પર થી રોશની કહેવાયા
*બાંગી એ લોકો ના વડવા મોઅઝઝીમ નું કામ કરતા હોવાથી બાંગી કહેવાયા
* મીર એક ખુબસુરત બાળક પેદા થતા તેને અમીર કહેતા હતા તે પર થી મીર અટક પડી
*સુસીવાલા એમના વડા સુશી નામ નું કપડું વણતા હતા તેથી તેઓ સુશીવાલા કહેવાયા
*વરીયાવા એ લોકો પેહલા વરીયાવ માં રહેતા હોવાથી વરીયાવા કહેવાય છે
*લીમલીઆ હજીરા
ના રસ્તા પર લીમલીઆ ગામ
ના છે તેથી તે ઓ લીમલીઆ કહેવાયા
*કુક એમના વડા ઓ માં કોઈ એ યુરોપીય ના ત્યાં બબરચી ની નોકરી કરી હતી તે પર થી કુક કહેવાય છે
* માંજુ એ ઓ ના વડા માં કોઈ બે આંખે આંધળા હશે તે પર થી માંજુ કહેવાયા .
* પટેલ ગામ ની પટેલાઈ વડવા ઓ કરતા હોઈ એ પર થી પટેલ કહેવાય છે
*રંદેરા એમના વડવા ઓ પહેલા રાંદેર માં રહેતા હોવાથી રાંદેરા કહેવાય છે
* લંગડી એમના કુટુંબ માં પહેલા અપંગ (લંગડો )હોઈ એ ના માટે લંગડી કહેવાય છે
*અચ્છા એ ઓ પહેલા ઉર્દુ બોલતા હતા વાતે વાતે અચ્છા અચ્છા બોલતા હોય એ પર થી અચ્છા કહેવાય છે
*ઘંટી એ લોકો ની પહેલા ઘંટી હોવા ના લીધે ઘંટી કહેવાયા છે
*વાડીવાળા એ લોકો ની પહેલા વાડી ઓ કે વાડા હોવા ને લીધે વાડીવાળા કહેવાયા
*ડોબા કુટુંબ ના એક સભ્ય કામ કાજ માં ઘણાં કમજોર હતા તે પર થી ડોબા અટક પડી છે
* ચામડીયા એઓ નો પહેલા વહેપાર ચામડા નો હતો તેથી તેઓ ચામડીયા અટક ધરાવે છે
*કાકા એ લોકો ના એક વડીલ નો ધંધો પહેલા રૂ નો
હતો કામદારો વડીલ ને કાકા કેહતા હતા. તે પર ‘કાકા’ અટક પડી
*મંગેરા ત્રણ પથ્થર અથવા ઈંટ મૂકી ને તે સમયે રાંધવા ને મંગારા કેહતા .મંગારા પર થી મંગેરા કહેવાયા
*રાવત કુટુંબ માં પહેલા કોઈ એ હાથી ના દેખરેખ ની નોકરી કરી હશે અથવા હાથી પાળ્યો હશે ,હાથી ની દેખરેખ કે સંભાળ રાખનારા તે રાવત કહેવાય છે
* ‘હાટિયા’એમના એક વડીલ હટીલા હતા લોકો તેમને હટી લા કેહતા તે પર થી હાટિયા અટક પડી છે
"સુન્ની વોહરા કોમ ના ઇતિહાસ" પુસ્તક માં થી આ માહિતી લીધી છે જે ના લેખક કર્તા સંપાદક ગુલામ મોહંમદ અહમદ મોતાલા છે. આ પુસ્તક આપવા માટે મૌલાના અર્શદ અહમદ મીર સાહેબ નો આભાર.