અમુક લોકોની જે એ માન્યતા છે કેસુલતાન મેહમુદ બેગડા ના સમયે સુન્ની વોહરા ઓ ની ઉત્પત્તિ થઈ છે એ માન્યતા ખોટી છે કારણકે સુલતાન મહેમુદ બેગડા નો રાજભિષેક હી.સ 863 માં થયો હતો અને સુન્ની વોહરા ઓ તો તેનાથી સદીઓ પેહલા હસ્તી ધરાવતા હતા હજરતસય્યદ ના અબુ બક્ર સીદીકી (રહ.અ )ના વંશ માંથી પ્રથમ શેખ યુનુસ સિદીકી કુરયશી (અ.સ ) મકકહ મુઅઝઝમાથી ખંભાત(હી .સ )300 માં તશરીફ લાવ્યા હતા ,અને તેમના થી જ સુન્નીવોહરા કોમ નીઉત્પતિ થઈ છે શેખ યુનુસ (ર.અ )નું આગમન મેહમુદ બેગડા થી આશરે 500 વરસ પહેલા થયુ છે .અને આપની અવલાદે પ્રથમ થી જ વેપાર માં ઝંપલાવ્યુ અને તેથી જ ગુજરાતી ભાષા માં તેઓ પણ વોહરા ના નામે ઓળખાયા આ જમાત ની બહુમતી પાટણ માં હતી ,આજે પણ પણ એ વંશ ના 75 ટકા માણસો ત્યાં છે ,તો હવે એ સાબિત થઈ ગયુ કે સુલતાન મેહમુદ બેગડા ના સમય માં સુન્ની વોહરા ઓ ની ઉત્પત્તિ થઈ હતી એ વાત તદ્દન ખોટી છે
"અર્રવઝુલ મમતુર"મિર અ તે સિકંદરી અને "મિરઅતે અહમદી " માં પાટણ ની સુન્ની વોહરા જમાત નું વર્ણન વિગતવાર લખવા માં આવ્યું છે "મિરઅતે અહમદી "માં એ પણ લખ્યુ છે કે વોહરા ઓ ના મુરશિદ શેખ મુલ્લા મુહમમદ અલી (રે .અ )એ બ્રાહ્મણો અને વાણિઆ ઓ માંથી ઘણાખરા લોકો ને મુસલમાન બનાવી દીધા હતા ,વોહરા ઓ ના આ મુર્શિદ અને તેમની ઔલાદ આગળ જતા વોહરા જ કેહવાઈ ,તેમનો મઝાર ખંભાત મુકામે છે ,વોહરા ઓ ની બીજી ખુશનસીબી એ છે કે તેમની વંશવાળી સુહરવર્દી તરી કહ ના બુઝુર્ગો થી મળી હઝરત સિદીકી અકબર (રદી .અ )સુધી પહોંચે છે .
હકીકત તો એ છે કે સમસ્ત વોહરા કોમ નવ મુસ્લિમ કોમ નથી ,તેમનામાં ઘણાખરા મોટા ભાગના અરબી નસલ અને કુરયશી વંશ ના છે .અમુક સુહરવર્દી ખાનદાન બુઝુર્ગો ની ઓલાદ હોય ઇરાક, અફઘનીસ્તાન કે ઈરાન તરફ થી આવેલા લોકો છે.શેખ મોહંમદ અલી મુલ્લા (રહ )ના પ્રચાર થી ,પ્રયાસ થી ઘણા ઓ એ ઇસ્લામ સ્વીકાર કર્યો હતો .હ .મુલ્લા સાહેબ ઘણાજ પરહઝગાર કામિલ વલી હતા ,આપનો મઝાર સુન્ની ઓ ના કબ્રસ્તાન ખંભાત માં છે ,આપ પણ વોહરા અને આપણી ઓલાદ પણ વોહરા હતા .
નાયતા -નવાયતા નો અર્થ નાવવાળ કિંવા નાવિક થાય છે.જેઓ મૂળ અરબો હતા,અને હિંદ માં આવી ને વસ્યા હતા.એ રાંદેર તેમજ બીજાશહેરો માં આવીને રહેતા હતા,એ ઓ સોદાગર હતા , કવિ નર્મદાશંકરે રાંદેર માટે પોતાના નર્મદગ્રંથ પુસ્તક માં લખ્યુ છે 127 હિ.માં અરબો જે નવેતા નામે ઓળખાતા હતા ,તેઓ અરબસ્તાન થી માલ લાવી અહીંયા વેપાર કરતા હતા,
રાંદેર ના સુન્ની વોહરા પોતાને અરબનસ્લ થી હોવા નું કહે છે,એવું નથી મોટાભાગ ના બધાજ વોહરા અરબ નસ્લ થી છે એ વાત ઇતિહાસ ની જાણ પ્રમાણે ખરી હકીકત તો એ છે કે હઝરત સહાબા (રદી.)હઝરત તાબેઈન (રદી.) પછી હઝરત અવલિયા ઉઝઝામ સહાબા (રદી)તશરીફ લાવે છે તેઓ થી ઇસ્લામ નો ફેલાવો થયો છે ,એમાં કોઈ શક નથી કોઈ પણ અવલિયા ઉઝઝામ (રહ .)ના હાથ પર અહીંયા ના બાકી રહેલા લોકો એ ઇસ્લામ નો સ્વીકાર કરયો છે