1. Home
  2. Blogs
  3. જમાતનો કોમ્યુનીટી હોલ ,જમાતના સભ્યોને બિન વ્યાજ બચત ધીરાણ યોજના અને તબીબી સહાય

જમાતનો કોમ્યુનીટી હોલ ,જમાતના સભ્યોને બિન વ્યાજ બચત ધીરાણ યોજના અને તબીબી સહાય

  •   19 June 2022
  •   By: Admin
image description



જમાતનો કોમ્યુનીટી હોલ : આપણી જમાતનું વર્ષો જુનું એક સ્વપ્ન જમાતનો કોમ્યુનીટી હોલ બનાવવાનું રહ્યું છે. અલ્લાહના ફઝલથી તેમાં તરકકી થઈ છે. જમાતની પ્રતિષ્ઠીત તુરાવા ફેમિલીએ પોતાના ટ્રસ્ટની તુરાવા મોહલ્લા સ્થિત તુરાવા સ્કુલવાળી જગ્યા તેઓએ જમાતને આપી છે તેની કાયદેસરની કાર્યવાહી કરી વકફ બોર્ડનું NOC પણ મેળવી લેવામાં આવ્યું છે. હવે ભાડુઆતો ખાલી કરાવી બાંધકામ કરવાનું થાય છે પરંતુ ભાડુઆતો ખાલી કરવા માટે ખૂબ ઊંચી કિમત માગે છે . જેથી તેઓ સાથે હાલ વાતાઘાટ ચાલુ છે આપ સૌને દુઆ કરવા ગુઝારીશ. હોલ માટે મળેલી જગ્યામાં ભાડુતોનો કબજો હોય, તે ખાલી કરાવવાની અને ત્યારબાદ બાંધકામ પુરૂ થાય ત્યા સુધીનું કામ સભ્ય, ધીરજ અને મહેનત માંગી લે તેવું છે. હોલનું બજેટ પણ કરોડો રૂપિયા થાય તેમ છે. જેમાં આપ સૌના સહકારની તેમજ યથાયોગ્ય દાનની જરૂર રહેશે. પરંતુ અલ્લાહની મદદ અને આપ સર્વેનો સહકાર હશે તો ઈશાઅલ્લાહ આપણે કામ પુરૂ કરી શકીશું. અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ રબ્બલ ઈઝઝત આપણું કામ આસાન કરે અને સંપૂર્ણ કરાવે. આમીન...

જમાતના સભ્યોને બિન વ્યાજ આર્થિક સહાયના હેતુથી આપણા વડવાઓએ શરૂ કરેલી બચત ધીરાણ યોજના આજના જમાનામાં આપણી જમાતને ઘણીજ ઉપયોગી થઈ છે. આજે મુસલમાનોમાં તકલીફ વખતે શરાફ પાસેથી ઉંચા વ્યાજે નાણાં ઉધાર લેવાની ખરાબ ટેવ પડી છે. જેમાં ૧૦,૦૦૦ થી ૨૫૦૦૦ જેટલી રકમ માટે લાખો રૂપિયા વ્યાજ ચુકવ્યાના દાખલા મૌજુદ છે. તેવા વખતે આપણી જમાતના સભ્યોએ જમાતની બચત ધિરાણ યોજનાનો ભરપુર લાભ લીધો છે. મેનેજીંગ કમિટીએ લોનની રકમ જણસ ઉપર રૂા. ૫૦,૦૦૦ અને જાત-જમીન ઉપર લોનની રકમ રૂ. ૧૦,૦૦૦ કર્યા પછી તેનો લાભ લેનારા સભ્યો ઘણાંજ વધી ગયા છે. અને લોનની રકમ વધવાથી ખરા અર્થમાં લોકોને આર્થિક સહાય મળી રહે છે. -  જે માટે જમાતના પૈસા માત્ર સજજનોએ જમાત ઉપર વિશ્વાસ મુકી પોતાના લાખો રૂપિયા જમાતની બચત યોજનામાં જમા કરાવ્યા, જેનો કુલ આંકડો એક કરોડ ને આંબી ગયો જે બદલ હું તેઓનો આભાર માનું છું. તેમજ હવે પછી પણ જે નવી મેનેજીંગ કમિટી આવે તેને પણ આજ રીતે સહકાર આપતા રહેશો એવી આશા રાખું છું

 તબીબી સહાય :

  આપણી જમાતના જરૂરતમંદ સભ્યોને બીમારી વખતે દવા તેમજ હોસ્પિટલની ડીપોઝીટ પેટે રૂા. ,૫૦૦ તદ ૦૦૦ પ્રતિ માસ દવા માટે આપવામાં આવે છે. પ્રતિ માસ (ચુલા લાગા દીઠ) જમાતની વ્યાજની તેમજ ઝકાતની આવકમાંથી સહાય આપવામાં આવે છે. હાલ જમાત પાસે લિલ્લાહ રકમનું કોઈ ફંડ હોવાથી ઝકાત લેનાર હાજતમદ સભ્યોને લાભ આપી શકાતો નથી. જેથી જમાતના સખીદાતાઓને અપીલ છે કે, તેઓ આવું એક ફંડ ઉભું કરવામાં જમાત ની મદદ કરે જે જમાતના  થી તમામ વર્ગના જરૂરતમંદોને તબીબી સહાય આપી શકાય.

Tags:

Reviews

    No Reviews Found..!!