1. Home
  2. Blogs
  3. સુન્ની વોહરા કોમ નો ઇતિહાસ ભાગ 1

સુન્ની વોહરા કોમ નો ઇતિહાસ ભાગ 1

  •   07 October 2023
  •   By: Admin
image description



1  "લુગતે કામુસ" નામ ના અરબી શબ્દોકોષ માં "બોહરા " શબ્દ નો અર્થ એક એવા કુટુંબ નો બતાવ્યો છે જે કુટુંબ ની ઉત્પત્તિ મદીના શરીફ ની આજુબાજુ અથવા યામામા (યમન પાસે ના એક શહેર ) માં થઈ હતી

મૌલાના મીર નુરુલ્લાહ નુશતરીના એક સમકાલીન મોલવી મોહંમદ સિદ્દીકી (વફાત 1041હિ 1631 .)ના ભાઈ એક પુસ્તક લખ્યું  છે ,તેના હશિયા માં જણાવ્યુ છે કે "બવાહીર " શબ્દ "વોહરા "શબ્દો અર્થ પ્રમાણે કરયો છે અર્થ ખરો હોઈ શકે છે

મોલવી મહમૂદ તાહિર મહમુદી પાલંપુરવાલા સાહેબ નું કેહવું "વોહરા " માટે એમ છે કે મારા વડીલો કેહતા હતા "બહરા"અર્થ દરિયા ના લોકો થાય છે "બહરા" કવમ અરબી સમુદ્ર ની રાહે વાહણો માં હિન્દ આવેલા હોવાથી "બહરા" તરીકે લોકો તેમને ઓળખતા  હતા અને એજ શબ્દ ધીમે ધીમે "બોહરા" બની ગયો

       હજરત અલ્લામહ શેખ અબ્દુલહક મોહદ્દિસ દેહલવી (રહ.)પોતાની પ્રખ્યાત કિતાબ"અખ્બારૂલ અખ્યારમા" " મૌલાના મહંમદ તાહિર મોહદિદસ (રહ.)વિષે ઉલ્લેખ કરે છે કે :-"મહમદ તાહિર દર પટ્ટન બુંદહ અઝ કવમે બોહરાકે દરા દયાર અંદ"  (અથાર્ત મૌલાના કહે છે )મૌલાના મોહંમદ તાહિર ફક્ત ગુજરાત માં નહિ પણ તમામ ઇસ્લામી દુનિયામાં માનનીય પુરવાર થયા છે. એમની મશહૂર તસાનીફૉ પૈકી "મજલ ઉલ બિહાર "તઝકિરતુલ મવઝુઆત "અને "મુગની " આજે પણ ઇસ્લામી આલમ માં અજોડ છે કિતાબ "મુગની "હી ..920 માં લખાય છે . પુસ્તક માં મૌલાના મહમદ તાહિર (રહ)વોહરા શબ્દો નો ખુલાસો પ્રમાણે કર્યો છેવેપાર કરનાર લોકો ને હાલ ના સમયે અહીંની પ્રજા વોહરા કહી ને સંબોધે છે.   

   "મિરઅતે અહમદી"માં પણ મૌલાના મહમદ તાહિર (રહ )વોહરા વિષે  લખ્યુ  છે  કે દિનની બુઝુર્ગી સમાન મહમદ તાહિર વોહરા પાટણ માં હસ્તી ધરાવે છે ,જેમનો ઇલ્મો ફઝલ ટોચ સુધી પોહંચેલા છે ,મકબુલ હસ્તી છે .તેઓનો વોહરા વિષે ખુલાસો છે કે મુસલમાનો નો એક વેપારી વર્ગ એવો છે જે વંશ ની દૃષ્ટિ ગુજરાતી છે . લોકો સિંધ અને અરબ તથા અજમામાં વેપાર અર્થે પથરાયેલા છે .તેમની ગણત્રી ત્યાંના પ્રતિષ્ઠિત નાગરિકો માં થાય છે.વોહરા કોમ નવમુસ્લીમ  કોમ છે . માન્યતા ખરી નથી ,વહેપારી લોકો ને વોહરા કહેવામાં આવતા 

   મૌલાનામહંમદ તાહિર પોતાના પુસ્તકમુગની” ના અંત માં પોતાની સહી પ્રમાણે કરી છે કે કતબહુ મહંમદ તાહિર બોહરા અય તાજિર (અર્થાત પુસ્તક લખનાર મહંમદ તાહિર વોહરા છે ,અને વોહરા એટલે વહેપારી

Tags:

Reviews

    No Reviews Found..!!