1. Home
  2. Blogs
  3. આપણી અટકો ભાગ 2

આપણી અટકો ભાગ 2

  •   22 October 2023
  •   By: Admin
image descriptionજસાત એટલે જશ પામનાર યા જેનેા ડંકો વાગ્યો હોય એવા પુરૂષ. અટક ની સાચી જોડણી જસાત નહિ, જશાત હોવી જોઇએ.
અગર બોબત અટક બોબાટ શબ્દ પર થી (અપભ્રંશ) હોય તો  એનો અર્થ વિરોધનો પેાકાર થાય છે.
 ભાયાત એટલે પિત્રાઇ; રાજાતા પિત્રાઇ: અને
ભૈયાત અટક ના મૂળમાં ભૈયા (ભાઈ) શબ્દ બિરાજમાન છે.
 ભોલાતને અર્થ નિખાલસ, ખુલ્લા દિલનેા માણસ થાય છે.
લૂણત અટકના મૂળમાં લુણ (મીઠું) શબ્દ રહેલા છે.
 જ્યારે રાવત નો અર્થ  ઘેાડેસવાર યૌદ્ધા શુરવીર,બાહોશ થાય છે.
આડિયા નો અર્થ કાલા  લઈને તે ફોલાવી કપાસ વેચનાર,થાય છે.
ઉનીઆ ની સાચી જોડણી ઊનીઆ હાવી જોઇએ અને અટક ઊન શબ્દમાંથી ઉદભવી હોય એમ લાગે છે. ઊન નો અર્થ ઘેટાંના વાળ,
ઓલિયા એટલે ભોળા નિખાલસ,
હાટીઆ અટક હાટ શબ્દમાંથી ઉદભવી જણાય છે હાટનો  અર્થ ` બજાર, ગુજરી થાય છે. આથી હાટીઆ  એટલે બજાર કે  ગુજરીમાં દુકાન લગાવનાર,
બપારિયા ના મૂળમાં બપેારિયો  શબ્દ રહેલા છે,જેનેા અર્થ બપારે ખીલતુ એક ફૂલ; એક જાતનુ દારૂખાનું થાય છે.
બફાતિયા (બફાટિયા) અટક ઘણુ કરીને બફાટ શબ્દમાંથી ઉદભવી છે; જેના અથ` બાફવું, બોલી બગાડવુ એવો થાય છે.
 ભામ નો અર્થ ચામડા ઉપર નો વેરો થાય છે ભામઅટકધારી કુટુંબ ના લોકો કદાચ કોઇ કાળે ચામડાં પર નો વેરા વસૂલ કરતા હશે.
 વ્યવસાય સૂચક અટકો ;કાગઝી,ઘીવાલા .ચૂનાવાલા , ગાંધીછાપગર, ઝરદોઝ, ટોપીવાલા, દરજી ,દલાલબંદુકવાલા, મહેતા, માસ્તર, મુનશી,વઈદ ,વગેરે
 એલાયચાવાલા - એટલે સ્ત્રીઓ માટેનું એક ખાસ પ્રકારનું કાપડ એલાયચાકાપડના ધંધા કરનારા એલાયચાવાલા તરીકે ઓળખાયા
કાતિબ નો  તે અર્થ સુંદર, સારા અક્ષરે લખનાર એવા થાય છે;
 અને ગારડીદી ) એટલે પહેરેગીર
 નરમા એટલે એક પ્રકારનુ .રૂ  નરમા-રૂના ધંધા કરનારા નરમાવાલા તરીકે જાણીતા થયા છે.
 બાસ્તા નો અર્થ  એક જાતનુ સુતરાઉ કાપડ થાય છે. બાસ્તાકાપડ બનાવનારા બાસ્તાવાળા તરીકે એળખાયાં.
બનાત એટલે એક જાતનું ઊનનું કાપડ; બનાતવેચનારા બનાતવાલાને નામે જાણીતા થયા છે.
 બોટા (−) એટલે હેાડી, વહાણ, મછવો . હાડી યા મછવેા ધરાવનારા બોટાવાલા તરીકે ઓળખાયા,
માલમનો  અર્થ ` વહાણમાંના  માલનો હિંસાબ રાખનાર થાય છે;
 સ્થળસૂચક અટકો  :
આવી અટક ધરાવતા કુટુંબ  વેપારરોજગાર  માટે દેશમાં યા દેશ બહાર સફર ખેડી હોવાથી  તે સ્થળેાનાં નામ તેમની ઓળખ બની ગયાં હોવા જોઇએ.
વરિયાવા ,બર્મા વાલા ,રંગૂનવાલા મોરિસિયા ,એડનવાલા ,લીંબાડા ,બૌધાનવાલા
 પદવી સૂચક અટક :આવી અટકો કુટુંબોના પૂર્વજો વિવિધ ઓધ્ધા -ઉપાધિ મેળવ્યાનું યા તેમને રાજ્યકર્તાઓ તરફથી ખિતાબો મળયા નું સૂચવે છેકેટલીક અટકો કુટુંબાના પૂર્વજો સાહસ ખેડી મેળવેલી સિધ્ધિનું નિદર્શન કરાવતી હોય છે.
  આવી કેટલીક અટકો માં કાઝી, કોટવાલ , ચૌધરી, દીવાન, નવાબપટેલ, પાદશાહ, મતાદાર, મોતાલા અને રાજાના સમાવેશ થાય છે.
આમાંની પટેલ અટક પોલીસ પટેલ ના ઓધ્ધા યા જમાત ના આગેવાની નું સૂચન કરે છે ,કેટલાક અપવાદ સિવાય કુટુંબો ખેડૂત વર્ગ ના હોવાથી પહેલા થી પટેલતરીકે ઓળખાતા આવ્યા છે
.સુલેમાન વઈદે નોંધ્યા પ્રમાણે  પટેલ અને મોતલિયા (મેતાલા) વહેારા કુટુબો ને બાદશાહેા તરફથી મળેલા ખિતાબો છે. પરંતુ ગુજરાતી ભાષામાં મોતાલા યા મોતાલો નો અર્થ નામની જાત નો બ્રાહ્મણ થાય છે. અને અગર મોતાલા અટક નું મૂળ  મોટલિયા શબ્દમાં હોય તેા શબ્દનો  અર્થ  ભાર ઉંચકનારો ; વેતરું કરનાર થાય છે.
ધાર્મિક પાયરી સૂચક અટકો
અટકો માં આખુનજી ,બાંગી ,મુઅલ્લીમ, મુલ્લા, વલીઉલ્લાહ ,હાફેસજી નો સમાવેશ થાય છે
આખુનજી નો અર્થ અરબી ભાષા નો શિક્ષક એવો થાય છે
 મુઅલ્લીમ, નો અર્થ  શિક્ષક કે ઉસ્તાદ થાય છે
  માહિતી સુન્ની વોહરા ઉત્પત્તિ,વિકાસ અને સિદ્ધિ નો  સંક્ષિપ્ત ઇતિહાસ માં થી લીધી છે  પુસ્તક આપનાર સુમૈયા (ટીચરદાદાભાઈ છે.   World Surti Sunni Vohra Jammat (WSSVJ)
 

Tags:

Reviews

    No Reviews Found..!!