1. Home
  2. Blogs
  3. સુન્ની વોહરા કોમ નો ઇતિહાસ ભાગ 3

સુન્ની વોહરા કોમ નો ઇતિહાસ ભાગ 3

  •   07 October 2023
  •   By: Admin
image description



*આપણી કોમ ના અવલીયા ઉઝઝામો આપણા વોહરા કોમ ની ઘણી મોટી ખુશનસીબી છે કે આપણી વોહરા કોમ માં ઉચ્ચ દરજ્જા ના મહાન અવલિયા ઉઝઝામો પણ થઈ ગયા છે , આપણી કોમ ના "નવરત્નો "છે એમના મુબારક નામો પ્રમાણે છે,

હઝરત મૌલાના મોહંમદ તાહિર (રહ.)પાટણ

હઝરત  ઇસ્માઇલજી (રહ.)બૌઠાન.

હઝરત મુસાજી મેહતર (રહ.)તડકેશ્વર .

હઝરત મૌલાના સુલેમાન સુફી લાજપોરી (રહ.) સુરત

હજરત દાઉદ મંગામામા  મજજુબ (રહ .)સુરત

હઝરત સૂફી મીયાં કાસીમ શાહ મોંતાલા (રહ .) વરેઠી 

*આપણી કૌમ ના મહાન મૌલાના

સુન્ની વોહરા કોમ રીતે પણ ભાગ્યશાળી છે કે આપણી સુન્ની વોહરા કૌમ માં મહાન આલીમો પણ થઈ ગયા છે ,તેમના મુબારક નામો

મૌલાના હઝરત અબ્દુલગની કાસીમ (રહ.)ઉંચ્ચા દરજ્જાના આલીમ બુઝૂર્ગથઈ ગયા છે .એમણે પણ ઘણી કિતાબો લખી છે જેમાં હવાલતુલ આરેફીન શેહઝરદુલ આશેકિન” ,(તસવ્વુફ માં )અનેહિદાયતુલ મુફક્કિહીન શર્હે કિફાયતુલ મુઅમીનન “(ફિકાહમાં ) મશહૂર કિતાબ છે .કમકેરી વાલા કુટુંબ ના મૌલાના શેખ સીદીકી શરીફ (રહ .)(મુગલ શહેનશાહ હજરત ઔરંગઝેબ (રહ.)ના ઉસ્તાદ હતા ) તફસીરે બદિઅ   તેમની મહત્વની તસ્નીફ છે,મક્કહ મુઆઝમા ના મુફ્તી આઝમ મૌલાના શેખ જમાલ શેખ ઉમર (રહ.)પણ સુન્ની વોહરા હતા .મૌલાના અબ્દુલહઈ ફિરંગી મહલ્લી ( લખનવી )(રહ )જેવા મહાન આલીમો મક્કા  મોઅઝઝમ માં જઈ મુફ્તી જમાલ ઉમર (રહ)પાસેથી ઈલ્મ પ્રાપ્ત કરી સનદ મેળવી હતી .

*આપણી કૌમ માં શાહ સોંદાગર પણ થયા છે જેમની ચારેતરફ દેશપરદેશ નામના પ્રતિષ્ઠા હતી ,જે

શેઠ હાજી અહમદ ઇસ્માઇલ તુરાવા

શેઠ મમુજી ભેટ

શેઠ અહમદ મુશા મોંતાલા (દાવણીવાળા )

શેઠ હાજી યુસુફ જાદવત

શેઠ નાના

શેઠ ગાર્ડી

સિવાય ના બીજા શાહ સૌદાગર દેશ પરદેશ માં હોઈ શકે છે

સુન્ની વોહરા કોમ નો ઇતિહાસ પુસ્તક માં થી જાનકારી લેવામાં આવી છે જેના કર્તા સંપાદક ગુલામ મોહમ્મદ અહમદ મોતાલા  સાહેબ છે "આ પુસ્તક મૌલાના અશદ મીર સાહેબે પોતાના પુસ્તક સંગ્રહમાંથી આપ્યું jazakallah

Tags:

Reviews

    No Reviews Found..!!