1. Home
  2. Blogs
  3. ધી સુરતી સુન્ની વોહરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ભાગ 1

ધી સુરતી સુન્ની વોહરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ભાગ 1

  •   20 June 2022
  •   By: Admin
image description



ધી સુરતી સુન્ની વોહરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી.  

આપણી કોમ ના ચાંદ મુખલીસ  દૂરંદેશો  હિત ચિંતકો ,શુભેચ્છકો દેશ ની આઝાદી સમયે કોમ ને શૈક્ષણિકતથા આર્થિક રીતે સધ્ધર કરવાના શુભ આશય થી ઉત્તરરે નર્મદા નદી ના દક્ષિણ કિનારે થી અને પશ્ચિમ અરબી સમુદ્ર ની હદ અને પૂર્વ માં મહારાષ્ટ્ર રાજ્ય ના ખાન  દેશ અને (હાલ ના નંદુરબાર) જિલ્લાના નવાપુર વિસરવાઉ અને ચિચપાડા સહીત ની ભરૂચ અને સુરત જિલ્લા ની પૂર્વ હદ વચ્ચે વસ્તા ખાસ કરી ને "સુરતી સુન્ની વોહરા કોમ ના મુસલમાનો અને સામાન્ય રીતે બીજા મુસલમાનો ના સ્ત્રી પુરુષો ની મુખ્યત્વે  કેળવણી ને ઉતેજન આપી ખાસ કરી ને  શૈક્ષણિક આર્થિક અને સામાજિક ઉન્નતિ સાધવા માટે સ્થાપાયેલી  "ધી સુરતી સુન્ની વોહરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી" ની આશરે  73 વર્ષ પહેલા 1947 માં સ્થપાના કરવા માં આવી હતી

 સોસાયટી ને આર્થિક રીતે પગભર કરવા કોમ માં  શિક્ષણ માટે જાગૃતિ લાવવા ,સ્કોલરો શોધવા અને ફંડ ઉભું કરવાની  ત્રિવિધ ભૂમિકા ભજવવાની હતી ,જે આપણા સ્થાપકો વડીલો અને સંચાલકો સફળતાપૂર્વક પાર પાડી વર્ષ 1947-48 માં  રૂ 5030/-થી સ્કોલરશીપ આપવા ની શરૂઆત કરી હતી ,આજે 73 માં વર્ષ(2020-21) માં રકમ માં મોટો વધારો કરી આશરે રૂ 15843520/ની વિવિધ લોકે મદદ કરી છે .

દુન્યવી શિક્ષણ ની સાથે  સાથે અલ્લાહપાક ના ફજલો કરમ થી દિન  નું શિક્ષણ લેવા તાલિબે ઇલ્મોને  પણ સને 1951 થી રૂ 1046-/ની સ્કોલરશીપ આપવાની શરૂઆત કરવામાં આવી

     સોસાયટી ની શરૂઆત પછી સંસ્થા ની પ્રવુતિ ઓના પ્રસાર પ્રચાર માટે સંચાલકો એક મુખપત્ર ની જરૂરિયાત ઉભી થઈ જેના માટે સુરત માં મળેલા અધિવેશન માં 4 પાનાનું મુખપત્ર શરૂ કરવા નો નિર્ણય  કરવામાં આવ્યો હતો ,આમ  જાન્યુઆરી1951 માં વોહરા સમાચાર નો  પ્રથમ અંક પ્રગટ કરવા માં આવ્યો , મુખપત્ર "વોહરા સમાચાર" સમયસર છપાઈ અને પ્રસિદ્ધ થાય હેતુ થી વર્ષ 1957 માં વોહરા સમાચાર પ્રેસ શરૂ કરવામાં આવી જે કોમ નું મુખપત્ર આજે 73 વર્ષ થી કોમ ની અવરિત સેવા કરી રહયુ છે .

Tags:

Reviews

    No Reviews Found..!!