1. Home
  2. Blogs
  3. ધી સુરતી સુન્ની વોહરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ભાગ 2

ધી સુરતી સુન્ની વોહરા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ભાગ 2

  •   19 June 2022
  •   By: Admin
image description



 આપણી કોમ શિક્ષણની સાથે સાથે આર્થિક અને સામાજિક ક્ષેત્રે  આગળ વધે હેતુ થી આપણી કોમ ની લાચાર અને ગરીબ મુસ્તહક બેવા બહેનો ને મદદરૂપ થવા માટે સાઉથઆફ્રિકા  સ્થિત હાજી અહમદ બલેસરિયાં (લહેર )સાબ  ની પ્રેરણા અને મદદ થી 1978-79 માં બેવા બહેનો ને વિધવા સહાય આપવાનું રૂ 24000-/ થી શરૂ કરવા માં  આવ્યું 

    સુરત માં મુસ્લીમ સંચાલન હેઠળ ની હોસ્પિટલ શરૂ કરવા આપણી સોસાયટી   સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટ (લોખાત મુલ્લા સાર્વજનિક હોસ્પિટલ રામપુરા સુરત ખાતે જમીન ફાળવી હતી ,હોસ્પિટલ ની સાથે સાથે આપણી જમાત ના લોકો ને તબીબી સહાય કરવા ના હેતુ થી વર્ષ 1980-81 માં રૂ 11123-/ની તબીબી સહાય આપવા માં આવી હતી ,છેલ્લા 14 વર્ષ થી વસરાવી યુ .કે ના દાનવીર જનાબ મર્હુમ હાજી ઇસ્માઇલ અહમદ બદાત સા.ની ઈચ્છા મુજબ એમના નામ થી તબિબિ સહાય ફંડ ની સ્થાપના કરવા માં આવી છે

કોંઢ કેમ્પસ :-આપણી સોસાયટી નું  કાર્યક્ષેત્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ એમ ત્રણ વિભાગ માં વહેંચાયેલ છે ,આપણી સોસાયટી ને સ્કૂલ અને હોસ્ટેલ ની જરૂરિયાત ઉભી થતા અને આપણાં કોમ ના બાળકો નું પાયા નું શિક્ષણ મજબૂત થાય અને શિક્ષણ ક્ષેત્રે નો વિકાસ થાય તે હેતુ ને ધ્યાન માં લઈ ઉત્તર વિભાગ માં કોંઢ મુકામે જૂન 1989 માં ધોરણ 8 શરૂ કરેલી નિવાસી શાળા એસ .એમ બદાત ધોરણ 10 સુધી શરૂ કરવા માં આવી ,સ્કૂલ ની સાથે સાથે હોસ્ટેલ ની જરૂરિયાત ઉભી થતા એમ . ગંગાત મેમોરિયલ હોસ્ટેલ પણ શરૂ કરવામાં આવી ,ત્યાર બાદ  વિદ્યાર્થી  નીસંખ્યા વધી જતા જૂન 1994 થી પ્રાથમિક વિભાગ ધોરણ 5 થી 8 શરૂ કરવામાં આવ્યો,અને 2002 માં પ્રાથમિક હોસ્ટેલ હાજી આઈ.કે બલેસરિયાં (પાલાવાલા )ના નામ થી શરૂ કરવા માં આવી જે થી વિદ્યાર્થી ને દિન અને દુનિયા નું  શિક્ષણ મળી રહે

અલ -ફલાહ ગર્લ્સ હોસ્ટેલ :-પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પુરૂ કયાઁપછી આપણા સમાજ નો વિદ્યાર્થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તથા કોલેજ માં હોસ્ટેલ માં રહી અભ્યાસ કરી શકે તે માટેમધ્ય વિભાગ માં  જૂન 1993 માં ખોલવડ મુકામે  દાનવીર મર્હુમ યુસુફ ભાઈ રાવત સાબ અને ફેમિલી  ની મદદ થી બોઇઝ હોસ્ટેલ શરૂ કરવા માં આવી ,જેમાં ખાનગી ટ્યૂશન ક્લાસ અને શેક્ષણિક તાલીમ ની સાથે દિની તાલીમ પણ આપવા માં આવે છે ,છેલ્લા પાંચ વર્ષ થી છોકરા ની સંખ્યા ના અભાવે ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરી છે ,જેથી આપણી કૌમ ની છોકરી   આનો લાભ મેળવી શકે

ત્યારબાદ દક્ષિણ વિભાગમાં હોસ્ટેલ ની જરૂરિયાત ઉભી થતા 1994-95 માં બોઇઝ હોસ્ટેલ ભટ્ટાઈની સ્થાપના કરવા માં આવી જેથી મુસ્લિમ કોમ ના  વિદ્યાર્થી નો લાભ લઈ શકે

શિક્ષણ ની સાથે સાથે આજ ના આધુનિક યુગ માં આપણા  વિદ્યાર્થી ટેક્નિકલ આગળ વધે હેતુ થી સુરત માં રામપુરા બદાતવાડી ખાતે વર્ષ 2000 ની સાલ માં ગવર્મેન્ટ આઈ.ટી.આઈ શરૂ કરવામાં આવી કે જેથી સુરત અને આજુબાજુ ના   વિદ્યાર્થી આનો લાભ લઈ શકે

Tags:

Reviews

    No Reviews Found..!!